ખેરગામ કુમાર શાળામાં સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

      

ખેરગામ કુમાર શાળામાં  સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત  સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

તારીખ :૨૭-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ કુમાર શાળામાં મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન ખેરગામ તાલુકા પંચાયતનાં  ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. સરકારશ્રીનીઆગવી યોજના જે સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે ઓળખાય છે. જે શાળા soe માં પસંદગી પામી હોય તેવી શાળાઓમાં સ્માર્ટ ક્લાસની ફાળવણી કરવામાં આવે છે. જેમાં સ્માર્ટ બોર્ડ હોય છે જે ઇન્ટરનેટના માધ્યમથી ચાલે છે. જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જેમાં ડિજિટલ રાઈટિંગ કરી શકાય અને રબરની જેમ સાફ પણ થઈ શકે છે. જેમાં ઓનલાઇન ઓડિયો વીડિયો, YouTube, google search, G-shala program જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેને બાળકો પણ ઓપરેટ કરી શકે છે.




Post a Comment

Previous Post Next Post