ચીખલીના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના નિવાસ સ્થાને મહાન ક્રાંતિકારી જનનાયક બીરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.

                  

ચીખલીના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના નિવાસ સ્થાને મહાન ક્રાંતિકારી જનનાયક બીરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.

તારીખ :૧૫-૧૧-૨૦૨૩નાં દિને રૂમલા ખાતે ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના નિવાસ સ્થાને મહાન ક્રાંતિકારી જનનાયક બીરસા મુંડાની ૧૪૮મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ. જ્યાં તેમણે કહ્યું હતુ કે, "આજે ગુજરાતમાં અને ભારતભરમાં ભવ્ય રીતે બિરસા મુંડાની ઉજવણી થઈ રહી છે. અને આપણા  લોકલાડીલા વડાપ્રધાનશ્રી  બીરસા મુંડાનાં  સ્થળ પર ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવી રહ્યા છે. ત્યારે રુમલા ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈ ઉજવણી કરવાની વાત તેમજ તેમના જીવન પરથી પ્રેરણા લઈને આદિવાસી પ્રજાના  ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો સંકલ્પ લેવાની વાત કહી હતી." તેમજ  તેમણે બીરસા મુંડાનાં શૌર્ય અને આઝાદી માટે આપેલ બલિદાન વિશે ઉપસ્થિત મહાનુભવો સમક્ષ વાત કહી હતી.

તેમજ આદિવાસી મોરચાના પ્રમુખશ્રી અરવિંદભાઈ ગરાસિયાએ પણ બીરસા મુંડાનાં વિચારોને આપણાં જીવનમાં ઉતારી આગળ વધવાની વાત કહી હતી.તેમજ તેમના કાર્યોને યાદ કરી આદિવાસી સમાજ માટે  શું કરી શકાય તે માટે ચિંતન કરવાની વાત કહી હતી.

આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા તેમજ તેમના મત વિસ્તારના ભાજપ પક્ષના હોદ્દેદારો, કાર્યકરો અને આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Post a Comment

Previous Post Next Post