ખેરગામ તાલુકાના આછવણીના યુવાનનું ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

                         

ખેરગામ તાલુકાના આછવણીના યુવાનનું ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

 ખેરગામ તાલુકાના સેવાભાવી યુવાન અને હાલ ડી એમ પટેલ આર્ટ્સ એન્ડ એસ એસ પટેલ કોમર્સ કોલેજ ઓડ આણંદનાં સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તથા NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.સંજય વી પટેલને ગુજરાત સમાજસાસ્ત્ર પરિષદના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તેઓના political leadership among Tribal and non Tribal - A study વિષય પર ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડો.જે સી પટેલનાં માર્ગદર્શન હેઠળ PhD ની પદવી પ્રાપ્ત કરવા બદલ આપવામાં આવ્યું હતું.તેમનું સન્માન ગુજરાત સમાજશાસ્ત્રનાં અધ્યક્ષ ડો જયપ્રકાશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ તેમને મળેલી આ સિદ્ધિ બદલ તેમના ગામ આછવણીના લોકોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Post a Comment

Previous Post Next Post