અમલસાડ સરી કન્યાશાળા-૧ ની શિક્ષણ જગતમાં 'પારિજાત' સામયિક દ્વારા ભવિષ્યના લેખક, કવિ, વાર્તાકાર કે પત્રકાર બનાવવાં તરફ આગેકૂચ.

       

અમલસાડ સરી કન્યાશાળા-૧ ની શિક્ષણ જગતમાં 'પારિજાત' સામયિક દ્વારા ભવિષ્યના લેખક, કવિ, વાર્તાકાર કે પત્રકાર બનાવવાં તરફ આગેકૂચ.

અમલસાડ સરી કન્યાશાળા-૧ એ શિક્ષણ જગતમાં આગવી પહેલ પહેલ શરૂ કરી છે. જેઓ એક વર્ષથી 'પારિજાત' નામનું સામયિક ચલાવે છે. જેના સંપાદક મંડળના સભ્યો  શાળાનાં બાળકો છે. જે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે. 

શાળાનાં આચાર્યશ્રી અજુવેન્દ્રભાઇ પટેલનાં જણાવ્યા અનુસાર  'પારિજાત'  ઈ- સામાયિક અને સોફ્ટ કોપી (અંક)  એમ બન્ને પ્રકારે વાચકો‌ સુધી પહોંચાડવામાં આવે છે. 

આ સામાયિકની સોફ્ટ કોપી(અંક)ના  માસિક લવાજમ ફી ૨૦ રુપિયા પ્રમાણે ૧૦ માસની વાર્ષિક ૨૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં ૧૦ અંક માસવાર છાપવામાં આવે છે આ સામયિકના કુલ આઠ(૮) પેજ છે.

કુલ 50 હાર્ડ કોપી શાળાના એસએમસી સભ્યો, વાલીઓ તાલુકાના અન્ય શાળાના મુખ્ય શિક્ષકશ્રી તાલુકા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને હાર્ડ કોપી દર માસે મોકલવામાં આવે છે.સભ્ય સંખ્યા ધીમે ધીમે વધી રહી છે અને વધતી જાય છે સૌપ્રથમ 25 અંક થી શરૂઆત કરી હતી જે આજે 50 અંક સુધી પહોંચી છે.

આ સામયિકમાં શાળામાં માસ દરમ્યાન થયેલ કાર્યકમો ફળશ્રુતિ રૂપે બાળકો દ્વારા આલેખન કરી ઈ-સામયિક અને અંક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.  જેમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ મૌલિક બાળગીતો, બાળવાર્તા, જોડકણાં, ટૂચકાઓ પ્રગટ કરવામાં આવે છે. જે બાળકોની મૌલિક સર્જનશક્તિનો વિકાસ કરે છે. શાળાનાં પુસ્તકાલયના પુસ્તકોનું વાચન કરી તેમાંથી સારાંશને અવતરણ રૂપે રજૂ કરે છે. બાળકો  વર્તમાનપત્રોની બાળપૂર્તિનો અભ્યાસ કરી તેમાંથી સુવિચારોને આ ઈ-સામયિકમાં સ્થાન આપવામાં આવે છે. દરબરોજ યોજાતા કાર્યક્રમોનું દસ્તાવેજીકરણ કરી માસના અંતે ઈ-સામયિક બહાર પાડવામાં આવે છે. જેમાં માસ દરમ્યાન યોજાયેલી તમામ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. 



આ સામયિક પ્રકાશિત બહાર પાડવા પાછળ શાળાનાં આચાર્ય શ્રી અજુવેન્દ્રભાઈ પટેલનું યોગદાન વિશેષ રહ્યું છે.પણ તેમની શિક્ષણ પાછળની રુચિ અને બાળકોને શિક્ષણમાં કેવી રીતે ઓતપ્રોત રાખવા તેની નાડ પારખી કયા બાળકોને શેમાં રસ છે તે પ્રમાણે બાળકોને કાર્યક્રમોમાં જોડે છે.તેમજ શાળાનાં શિક્ષકો પણ આ સામયિક પ્રકાશિત કરવામાં માટે રસ અને ઉત્સાહપૂર્વક ભાગ લે છે. દર માસે અલગ અલગ શિક્ષકોને જે તે માસની માહિતી ભેગી કરવા માટે કામ સોંપવામાં આવ્યું છે. શિક્ષકો સામયિકમાં ફોટા એડ કરવા સુધી કાર્યભાર સંભાળે છે.


આ સામયિકમાં રમતગમતની, શાળાની પ્રવૃતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વર્ગની પ્રવૃત્તિઓ, પ્રાર્થના સંમેલનમાં યોજાતા વિશેષ દિવસોની ઉજવણી, તહેવારોની ઉજવણી, પ્રવાસ પર્યટન, વાલીસંમેલન,  વિવિધ સ્પર્ધાઓ, આજનું ગુલાબ (જન્મ દિવસની ઉજવણી),વિવિધ ઉત્સવોના ફોટોગ્રાફ સહિત અહેવાલ રજૂ કરવામાં આવે છે. આ સામયિકમાં શિક્ષકો અને એસ.એમ.સી.ના સભ્યો દ્વારા તૈયાર કરેલ લેખ પ્રસિદ્ધ કરવામાં આવે છે. 
તેમજ જે તે માસના નવસારી જીલ્લાના શૈક્ષણિક સમાચારોને પણ આ સામયિકમાં સમાવેશ કરવામાં આવે છે. આ સામયિકમાં જે તે લેખના લેખક સહિત મુદ્રણ કરવામાં આવે છે.

બાળકો પણ આ સામયિકમાં છાપવા માટે અવનવી સાહિત્ય સામગ્રી શોધવાનો પ્રયાસ કરે છે. જે તેને નવું નવું વાચન કરવા મજબૂર કરે છે. દર માસે નવી નવી બાબતો શોધવા માટે બાળકો સોશ્યલ મીડિયા, વર્તમાનપત્રો, પુસ્તકાલયનો ઉપયોગ કરી માહિતી ભેગી કરી એકબીજા સાથે વિચારવિમર્શ કરી સામયિકમાં કઈ કઈ બાબતોને સમાવેશ કરવો તેની વિગતે ચર્ચા કરવા પ્રેરાય છે. જેથી બાળકોમાં સંઘભાવના વધે છે. એકબીજાની ભૂલો તરફ ધ્યાન દોરી સુધારવાનો પ્રયત્ન કરવા પ્રેરાય છે. આ સામયિકમાં પેજની સંખ્યા ઓછી હોવાથી બાળકોએ એટલી બધી માહિતી તૈયાર કરી હોય છે કે દર માસે માહિતી તૈયાર કરનાર દરેક બાળકને ન્યાય આપી શકાતો નથી. પરંતુ કોઈ પણ બાળક રહી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. 'મારી કલમે ' શીર્ષક હેઠળના પેજ પર બાળકોની કૃતિ છાપવામાં આવે છે. 

આ શાળાએ ચાલુ કરેલ આ નવો અભિગમ બાળકો માટે  પ્રોત્સાહન  આપનારો છે. ભવિષ્યના કવિઓ, લેખકો, પત્રકારો, વિચારકો, વાર્તાકાર, હાસ્યકાર,સાહિત્યકાર, નવકથાકાર, કથાકાર, તત્વચિંતક, ગ્રાફિક ડિઝાઇનર, તૈયાર કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આજે ભલે તેમની બૌધિકતા પ્રમાણે કદાચ લેખનમાં વ્યાકરણ બાબતે થોડી કચાશ રહી પણ શકે.પરંતુ તેઓ નાનપણની પ્રવૃત્તિઓને તેઓ ભવિષ્યમાં તેનો ઉપયોગ વ્યવસાયિક ક્ષેત્રે કે કારકિર્દી બનાવવા માટે વરદાનરૂપ સાબિત થશે. 


Post a Comment

Previous Post Next Post