Khergam : ખેરગામ કુમાર શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

         

Khergam : ખેરગામ કુમાર શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

આજરોજ કુમાર શાળા ખેરગામ માં શાળા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા નાં smc સભ્ય સબનમ બાનું ખાલિદ શેખ દ્વારા કાર્યક્રમ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.તથા બી.આર.સી.કો.ઓર્ડીનેટર વિજયભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.શાળા ના 5 થી 8 નાં બાળકો અને શિક્ષકોના પ્રયત્નો થકી ૨૫ કૃતિઓ નું સુંદર મજાનું નિદર્શન કરવામાં આવ્યું તથા ધોરણ  ૧ થી ૪ નાં બાળકો દ્વારા વૈજ્ઞાનિક રમકડાંનું નિદર્શન કરવામાં આવ્યું હતું.સાથે સાથે વિજ્ઞાન શિક્ષક મેહુલભાઈ બી. પટેલ દ્વારા વિજ્ઞાનને લાગતી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.તમામ બાળકોને બિસ્કીટનો નાસ્તો કરાવવામાં આવ્યો તથા કાર્યક્રમનાં અંતે બાળકોને પ્રમાણપત્ર તથા શિક્ષણ કિત આપીએ તમામ સ્પર્ધક બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક તથા બાળકોની સર્જન શક્તિ વિકસે એવો રહ્યો હતો. શાળાનાં આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ ભાગ લીધેલ બાળકો અને શાળાનાં શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.




Post a Comment

Previous Post Next Post