ખેરગામ વિશેષ : રેફરલ હોસ્પિટલ ખેરગામ ખાતે દર્દીઓને તથા આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ કરીને માન. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની ઉજવણી.

  ખેરગામ વિશેષ : રેફરલ હોસ્પિટલ ખેરગામ ખાતે દર્દીઓને તથા આંગણવાડીના બાળકોને ફ્રુટ  વિતરણનો સેવાકીય કાર્યક્રમ કરીને માન. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની ઉજવણી.

ગુજરાત રાજ્યના લોકલાડીલા લોક પ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રેફરલ હોસ્પિટલ ખેરગામ ખાતે દર્દીઓને તથા આંગણવાડીના બાળકોને ફ્રુટ  વિતરણ નો સેવાકીય કાર્યક્રમ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ મંત્રી શ્રીમતી તર્પણબેન, ભાજપ મહામંત્રીશ્રી શૈલેષભાઈ ટેલર, ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી પૂર્વેશભાઈ,  માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી પ્રશાંતભાઈ, યુવા મોરચા પ્રમુખશ્રી ચેતનભાઈ, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન, બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી દિનેશભાઈ, કિશાન મોરચા પ્રમુખશ્રી નારણભાઈ, ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી જીગ્નેશભાઈ, યુવા બોર્ડ સંયોજક આતિશભાઇ, નિહાલભાઈ, યુવા મોરચા ટીમ ભાવિનભાઈ, રિંકુભાઈ, મુકુંદભાઈ, ધ્રુવભાઈ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Post a Comment

Previous Post Next Post