મોટી ઢોલડુંગરી ગામના તલાટી કમમંત્રીશ્રીને ધરમપુર તાલુકામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરાયું.

     

મોટી ઢોલડુંગરી ગામના તલાટી કમમંત્રીશ્રીને ધરમપુર તાલુકામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરાયું.

 તા.18/08/2023 ના દિને ધરમપુર તાલુકાના સમરસ ગ્રામ પંચાયત મોટી ઢોલડુંગરી દ્વારા આયોજિત મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત  ગામના તલાટી કમમંત્રીશ્રી જયેશભાઈ પટેલને ધરમપુર તાલુકામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અને ફૂલ આપી આપી નવાજવામાં આવ્યા હતા.

જે કાર્યક્રમ ધરમપુર તાલુકાની કુમારશાળા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ધરમપુર તાલુકાનાં તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેન્દ્ર હાથીવાલાશ્રીની હાજરીમાં વૃક્ષારોપણ કરી વીરોને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ધરમપુર PSI શ્રી અને પોલીસ જવાનોની  હાજરીમાં  ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પૂર્ણાંહુતી કરવામાં આવી હતી.

 સમરસ ગ્રામ પંચાયત મોટી ઢોલડુંગરી ધરમપુરનાં તલાટી કમમંત્રીશ્રી જયેશભાઇ પટેલને સન્માનિત કરાયા બદલ તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.




Post a Comment

Previous Post Next Post